ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 17, 2024 7:39 પી એમ(PM)

printer

શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે બિહારમાં બોધગયામાં વૈશ્વિક વારસા મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે બિહારમાં બોધગયામાં વૈશ્વિક વારસા મહાબોધિ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મંદિરનાં ગર્ભગૃહમાં પુજા અર્ચના કરી હતી. તેમની સાથે 14 સભ્યોનું પ્રતિનિધિમંડળ હતું. શ્રી દિસાનાયકે બોધિ વૃક્ષ નીચે હાલમાં ચાલી રહેલા 1 દિવસના કાગ્યુ મોનલામમાં હાજરી આપી હતી. તેમણે મહાબોધિ સોસાયટી ઓફ ઇન્ડિયા, બોધગયા સેન્ટર અને ભગવાન બુધ્ધ સાથે સંકળાયેલા સાત સ્થળોની પણ મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.