શ્રીલંકાના નૌકાદળે આજે તામિલનાડુના રામેશ્વરમથી 14 માછીમારોની ધરપકડ કરી છે. માછીમારો કાચાથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી. નૌકદળે માછીમારોની બે બોટ પણ જપ્ત કરી છે.માછીમારોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ ઓળંગવા અને શ્રીલંકાની જળસીમામાં માછીમારી કરવા બદલ વહેલી સવારે પકડવામાં આવ્યા હતા. આ ઘટનાના સાક્ષી કેટલાંક માછીમારોએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના નૌકાદળે તેમના પર ગંભીર હુમલો કર્યો કરીને તેમની માછીમારીની જાળ અને GPS સાધનોને નુકસાન પહોંચાડ્યું.
Site Admin | ડિસેમ્બર 5, 2024 2:42 પી એમ(PM)
શ્રીલંકાના નૌકાદળે આજે તામિલનાડુના રામેશ્વરમથી 14 માછીમારોની ધરપકડ કરી છે
