સપ્ટેમ્બર 20, 2024 7:50 પી એમ(PM) | મતદાન

printer

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે. આ ચૂંટણીમાં સમગ્ર શ્રીલંકામાં 13 હજાર, 400થી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આશરે પોણા બે કરોડ મતદારો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા 38 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નિર્ધારિત કરશે.
શ્રીલંકાના ચૂંટણી પંચે જણાવ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની મતગણતરીના અંતિમ પરિણામો આગામી રવિવારે જાહેર થાય તેવા પ્રયાસ કરાશે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ નવી મુદ્દત માટે ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.