શ્રીલંકાના ચૂંટણી પંચે સ્થાનિક ચૂંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકામાં એડવાન્સ્ડ લેવલની પરીક્ષાઓ પછી આ ચૂંટણીઓ યોજાશે. ચક્રવાત ફેંજલને કારણે શ્રીલંકામાં પ્રતિકૂળ હવામાનને કારણે પરીક્ષાઓ ડિસેમ્બરની શરૂઆતમાં લેવાનો નિર્ણય કરાયો હતો. ચૂંટણી પંચ આ સપ્તાહના અંતમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી અપેક્ષા છે.
આર્થિક સંકટને કારણે માર્ચ 2022થી ચાર વર્ષની મુદત માટે 340 સ્થાનિક પરિષદમાં કાઉન્સિલરોને ચૂંટવા માટેની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. આ વર્ષે ઓગસ્ટમાં, શ્રીલંકાની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને સ્થગિત સ્થાનિક સરકારની ચૂંટણીઓ તાત્કાલિક યોજવા આદેશ આપ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:38 પી એમ(PM)
શ્રીલંકાના ચૂંટણી પંચે સ્થાનિક ચૂંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે
