જાન્યુઆરી 10, 2025 6:51 પી એમ(PM) | શ્રીલંકા

printer

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. શ્રીલંકાના ઉચ્ચ શિક્ષણ નાયબ મંત્રી ડૉ. મધુરા સેનેવિરત્ને અને શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત સંતોષ ઝા દ્વારા આ અભ્યાસક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.
ભારત-શ્રીલંકા હિન્દી સંમેલનમાં હિન્દી સાહિત્ય, શિક્ષણ અને શ્રીલંકામાં હિન્દી ભાષાના ઉપયોગના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પરિષદમાં ભારત, શ્રીલંકા અને નેપાળના ચારસોથી વધુ વિદ્વાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રીલંકાના હિન્દી કવિઓ દ્વારા એક કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ભારતીય ઉચ્ચાયુક્ત સંતોષ ઝાએ નવો અભ્યાસક્રમ શરૂ કરવા બદલ શ્રીલંકાની ઓપન યુનિવર્સિટીનો આભાર માન્યો. શ્રીલંકાના નાયબ મંત્રી ડૉ. સેનેવિરત્નેએ જણાવ્યું હતું કે શ્રીલંકાની યુનિવર્સિટીઓમાં હિન્દી ભાષાનો ફેલાવો કરવા માટે વધુ પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે હિન્દી ભાષા વાતચીતનો સેતુ રહી છે. સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.