જુલાઇ 31, 2024 2:37 પી એમ(PM) | પુસ્તકો

printer

શ્રીલંકાના કેન્ડીમાં પેરાડેનિયા યુનિવર્સિટીમાં સ્થાપિત ઈન્ડિયા કોર્નરને ભારતના મદદનીશ ઉચ્ચાયુક્તએ પુસ્તકો સોંપ્યા

શ્રીલંકાના કેન્ડીમાં પેરાડેનિયા યુનિવર્સિટીમાં સ્થાપિત ઈન્ડિયા કોર્નરને ભારતના મદદનીશ ઉચ્ચાયુક્તએ પુસ્તકો સોંપ્યા છે. ભારત-શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને ભારતના વારસા અને વિવિધતાને પ્રદર્શિત કરવા માટે, આ પગલું લેવાયું છે. ઈન્ડિયા કોર્નર પાસે અંગ્રેજી, હિન્દી, તમિલ ભાષાના સાહિત્ય, ભારતીય કલા, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોના વિવિધ પુસ્તકો છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા કોર્નરએ ભારતીય શાસ્ત્રીય સંગીત, ભારતીય સંગીતનાં સાધનો, તહેવારો, ભોજન અને સંસ્કૃતિનો અનુભવ કરવા માટે ભારતના વારસા અને વિવિધતાને પ્રદર્શિત કરવા માટે બનાવાયું છે.