ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગઈકાલે દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ, તેઓ રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળ્યા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
આજે બપોરે 12.35 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર રેખા ગુપ્તાને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ હાજરી આપી શકે છે.
આ કાર્યક્રમમાં લગભગ 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી જીત્યા છે. તેમણે 1992માં દિલ્હી યુનિવર્સિટીના દૌલત રામ કોલેજથી એબીવીપી સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા. રેખા ગુપ્તા દિલ્હીમાં ભાજપ મહિલા મોરચાના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મોટી ભીડ એકઠી થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક માર્ગદર્શિકા જાહેર કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.