કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહલગામમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપતાં પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યો છે.
રાજ્યના નાગરિકોની સતત ચિંતા કરતાં રાજ્યના વહિવટી તંત્રનો પરિવારે સંપર્ક કરતાં તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતાં રાજકોટનો પરિવાર હેમખેમ ઘરે પહોંચ્યો હતો..
Site Admin | એપ્રિલ 26, 2025 7:37 એ એમ (AM) | Gujarat | Shrinagar
શ્રીનગરમાં ફસાયેલા રાજકોટના પરિવારના વ્હારે રાજ્ય સરકાર આવ્યું
