ઓગસ્ટ 4, 2025 7:20 પી એમ(PM)

printer

શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા

શ્રાવણના માસના બીજા સોમવારે આજે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. શિવમંદિરોમાં જળાભિષેક કરવાની સાથે વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. આજે બીજા સોમવારે, સોમનાથ દાદાની આરતીમાં હજારો ભાવિકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવતા જ મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ, શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી.
બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ આજે ભાવિકો શિવભક્તિમાં લીન બન્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.