ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 18, 2024 8:18 પી એમ(PM) | કાશી વિશ્વનાથ મંદિર

printer

શ્રાવણ માસના દરેક સોમવારે કાશી વિશ્વનાથ મંદિરે મહાદેવના તમામ પ્રકારના દર્શન અને પૂજા-અર્ચના પર રોક લગાવાઈ છે

શ્રાવણ માસના દરેક સોમવારે કાશી વિશ્વનાથ મંદિરે મહાદેવના તમામ પ્રકારના દર્શન અને પૂજા-અર્ચના પર રોક લગાવાઈ છે. 22 જુલાઈથી શરૂ થતો શ્રાવણ માસ 19 ઑગસ્ટ સુધી ચાલશે. આથી વારણસીના કાશી વિશ્વનાથ ધામ મંદિર દ્વારા દર્શનને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
આકાશવાણીના અમારા સંવદદાતા જણાવે છે કે વારાણસી પોલીસ કમિશ્નરે શ્રાવણ માસને પગલે શ્રદ્ધાળુઓના ઘસારાને જોતા સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં શ્રદ્ધાળુઓની વ્યવસ્થા, દર્શન, મંદિરની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ.