ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 11, 2025 9:44 એ એમ (AM)

printer

શ્રાવણ મહિનાની પવિત્ર કાવડ યાત્રાનો આજથી પ્રારંભ

શ્રાવણ મહિનાની પવિત્ર કાવડ યાત્રા આજથી ઉત્તરાખંડમાં શરૂ થઈ રહી છે. લાખો કાવડીઓ હરિદ્વાર, ઋષિકેશ, નીલકંઠ વગેરે તીર્થસ્થળોએ પવિત્ર ગંગાજળ લેવા માટે રવાના થયા છે. આ વર્ષે સુરક્ષા, સ્વચ્છતા અને ટેકનોલોજી પર સંકલિત ધ્યાન કેન્દ્રિત કરીને વ્યવસ્થા પહેલા કરતા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
દર વર્ષની જેમ, આ વખતે પણ સૌથી વધુ સંખ્યામાં કાવડીઓ હરિદ્વાર આવે તેવી અપેક્ષા છે
યાત્રાનું સુચારુ સંચાલન અને શ્રદ્ધાળુઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય પોલીસ, SDRF અને અર્ધલશ્કરી દળોના 7,000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. હરિદ્વાર મેળા વિસ્તાર પર CCTV કેમેરા, ડ્રોન અને કેન્દ્રીયકૃત નિયંત્રણ ખંડ દ્વારા નજર રાખવામાં આવશે. વધારાની સુરક્ષા માટે, આતંકવાદ વિરોધી ટુકડી (ATS) પણ તૈનાત કરવામાં આવી છે અને તે સંવેદનશીલ વિસ્તારોમાં સક્રિય રહેશે.
અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. વી. મુરુગેશને જણાવ્યું કે કાવડ યાત્રા દરમિયાન પોલીસ દળને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.યાત્રા રૂટ પર આરોગ્ય શિબિરો, એમ્બ્યુલન્સ, મોબાઇલ શૌચાલય, પીવાનું પાણી અને કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવી છે,
વહીવટતંત્રના જણાવ્યા અનુસાર, 23 જુલાઈ સુધી ચાલનારા કાવડ મેળામાં લગભગ 7 કરોડ શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ