ઓગસ્ટ 11, 2025 2:59 પી એમ(PM)

printer

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. ત્યારે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. સોમનાથ મંદિરે આજે વહેલી સવારથી દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા. બમબમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજયું હતું. મંદિર પરિસરમાં આજે પાલખીયાત્રા યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણાના વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા.