ફેબ્રુવારી 5, 2025 7:41 પી એમ(PM) | ‘શ્રવણતીર્થ દર્શન યોજના’

printer

‘શ્રવણતીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધી રાજ્યનાં દોઢ લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો

રાજ્ય સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધીમાં દોઢ લાખ કરતા વધુ યાત્રાળુઓએ લાભ લીધો છે. પ્રસ્તુત છે એક અહેવાલ(VOICE CAST ANIL PATEL) (૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો રાજ્યનાં યાત્રાધામોનાં સરળતાથી દર્શન કરી શકે તે માટે વર્ષ 2017થી “શ્રવણતીર્થ દર્શન યોજના” ચાલી રહી છે. અત્યાર સુધીમાં દોઢ લાખ કરતા વધુ યાત્રાળુઓએ તેનો લાભ લીધો છે.આ યોજના પાછળ રાજ્ય સરકારે 11 કરોડ 28 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. યોજના અંતર્ગત ગુજરાતના યાત્રાધામોમાં ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ અથવા બે હજાર કિલોમીટર સુધીનાં પ્રવાસની સુવિધા આપવામાં આવે છે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ yatradham.gujarat.gov.in પરથી મળી રહેશે. અનિલ પટેલ આકાશવાણી સમાચાર, અમદાવાદ