ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 7:42 પી એમ(PM)

printer

શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે

શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. લોકસભામાં પ્રશ્નકાળમાંશ્રી માંડવિયાએ જણાવ્યું કે, 15થી 29 વર્ષની વયજૂથનાં યુવાનોમાં રોજગારીનું પ્રમાણ સૂચવતો કામદાર વસ્તી ગુણોત્તરવર્ષ 2020-21માં 36 ટકા હતો, જે 2023-24માં વધીને 41.7 ટકા થયો છે.\એક અન્ય પ્રશ્નનાં જવાબમાં તેમણેજણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સમાધાન પોર્ટલ પર શ્રમિક વિવાદ અને રોજગારને લગતી12 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી 7 હજાર 262નો નિકાલ કરવામાં આવ્યો છે.શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર પીએમ શ્રી સ્કીમ હેઠળ 620 જવાહર નવોદય વિદ્યાલય સ્થાપશે. એક પૂરક પ્રશ્નનાં જવાબમાં શિક્ષણરાજ્યમંત્રી સુકાંતા મજમુદારે જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં 12 નકલી યુનિવર્સિટી બંધ કરવામાં આવીછે. શ્રી મજમુદારે જણાવ્યું કે યુજીસીએ પણ નકલી યુનિવર્સિટીની યાદી પ્રસિધ્ધ કરીછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ