શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે નવી દિલ્હીમાં યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસ વધારવા માટે એક ખાનગી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે બોલતા, ડૉ. માંડવિયાએ મજબૂત અને આત્મનિર્ભર ભારતના મુખ્ય સ્તંભ તરીકે રોજગાર સર્જનના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ખાનગી પ્લેટફોર્મ સાથે સહયોગ રોજગારની તકો સાથે કૃષિ, સેવા અને માળખાગત સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો વિકાસ કરીને રાષ્ટ્રના અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2025 1:50 પી એમ(PM)
શ્રમ અને રોજગાર મંત્રાલયે એક ખાનગી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
