ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહી છે

શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહી છે. આજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે, આ યોજનાના અમલથી અંદાજે 14 કરોડથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને લાભ થશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આ સમાવેશીકરણથી કર્મચારીઓને દેશભરમાં ગુણવત્તાયુક્ત અને વ્યાપક તબીબી સંભાળ પ્રદાન કરાશે. કર્મચારીઓ દેશભરમાં 30 હજારથી વધુ AB-PMJAY સાથે સંકાળાયેલી હોસ્પિટલોમાં ગૌણ તબીબી સેવાઓનો સારવારના ખર્ચ પર કોઈ પણ નાણાકીય મર્યાદાઓ વગર લાભ મેળવી શકશે. મંત્રાલયે કહ્યું કે, દેશભરની ચેરિટેબલ હોસ્પિટલોને પણ ESI લાભાર્થીઓની સારવાર માટે સૂચિબદ્ધ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.