ઓક્ટોબર 3, 2024 6:21 પી એમ(PM)

printer

શેરબજારના સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો યથાવત રહ્યો

શેરબજારના સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો યથાવત રહ્યો હતો. પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે નબળા વૈશ્વિક વલણની અસરને કારણે છેલ્લા બે મહિનામાં બજારમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1 હજાર 769 પોઇન્ટ ઘટીને 82 હજાર 497 અને નિફ્ટી 546 પોઇન્ટ ઘટીને 25 હજાર 250 પર બંધ રહ્યો હતો. તમામ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મિડ કેપ ઇન્ડેક્સ 2.2 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.8 ટકા ઘટ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.