એપ્રિલ 21, 2025 9:48 એ એમ (AM)

printer

શૂટિંગમાં, પેરુના લિમા ખાતે ISSF વર્લ્ડ કપમાં ભારતની 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમની જોડી રુદ્રાંક્ષ પાટિલ અને આર્ય બોર્સેએ રજત ચંદ્રક મેળવ્યો

શૂટિંગમાં, પેરુના લિમા ખાતે ISSF વર્લ્ડ કપમાં ભારતની 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમની જોડી રુદ્રાંક્ષ પાટિલ અને આર્ય બોર્સેએ રજત ચંદ્રક મેળવ્યો હતો. સુવર્ણ ચંદ્રક માટેની મેચમાં ભારતીય જોડી સામે નોર્વેના જોન-હર્મન હેગ અને જેનેટ હેગ ડ્યુસ્ટેડનો વિજય થયો હતો.લિમા વર્લ્ડ કપમાં ભારતનો આ ત્રીજો રજતચંદ્રક છે. ભારત બે સુવર્ણ અને એક કાંસ્યચંદ્રક જીતી ચૂક્યું છે. આ સાથે ભારત કુલ ચંદ્રકોની યાદીમાં ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે છે.