ઓગસ્ટ 4, 2025 2:05 પી એમ(PM)

printer

શીબૂ સોરેનના નિધનને કારણે રાજ્ય સભાની કામગીરી દિવસભર માટે જ્યારે વિપક્ષના હોબાળાના પગલે લોકસભાની કામગીરી બે વાગ્યા સુધી સ્થગિત

સંસદના બંને ગૃહોની કામગીરી આજે સ્થિગત રહી હતી..ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના નિધનને લઈને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભાની કાર્યવાહી પણ વિપક્ષોના હોબાળાના પગલે ખોરવાઇ હતી…દરમિયાન, વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી પણ અધ્યક્ષ ઓમ બિરલાએ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.