ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 7:29 પી એમ(PM)

printer

શિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરૂં પાડવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરૂં પાડવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે. ગઇકાલે મોસ્કોમાં યોજાયેલ રોકાણકારોના મંચમાં બોલતાં તેમણે કહ્યું કે, ઉત્પાદનને વેગ આપવા અને વિદેશી રોકાણને આકર્ષવાનાં ઉદ્દેશ સાથેની “મેક ઇન ઇન્ડિયા” પહેલે વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.તેમણે ભારતની મેક ઇન ઇન્ડિયા અને રશિયાની આયાત અવેજી કાર્યક્રમમાં રહેલી સમાનતાઓ દર્શાવી હતી. શ્રી પુતિને ભારતમાં ઉત્પાદન એકમો વધારવા રશિયા તત્પર હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણકહ્યું હતું કે રશિયન કંપની રોઝનેફ્ટે તાજેતરમાં જ દેશમાં 20 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.રશિયાના રાષ્ટ્રપ્રમુખે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા બ્રિક્સ સંગઠનના દેશો વચ્ચે સહકાર વધારવા અને ઉદ્યોગક્ષેત્રના વિવાદોના ઝડપી ઉકેલ માટે તંત્ર રચવાની હિમાયત કરી હતી. શ્રી પુતીને રશિયા બ્રિક્સ સાથે જે રોકાણ મંચ વિકસાવી રહ્યું છે તેની વિગતો આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ