માર્ચ 18, 2025 7:27 પી એમ(PM)

printer

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2 હજાર 500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8 માં 1 હજાર 600 એમ કુલ 4 હજાર 100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2 હજાર 500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8 માં 1 હજાર 600 એમ કુલ 4 હજાર 100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ ભરતી પામેલા શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં રહશે અને બદલી પણ નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે.
જિલ્લામાં શિક્ષકોની વધારે ઘટ હોવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડીંડોર પ્રફુલભાઈ પાનશેરીયાને રૂબરૂ મળીને ભરતી કરવા રજૂઆત કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.