શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ જિલ્લા શિક્ષણાધિકારી- DEO કચેરીને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં ગ્રામ્ય DEO કચેરી બનશે. જ્યારે અમદાવાદ શહેર DEOને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરાશે. ઉપરાંત કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર-પૂર્વ અને કચ્છ-ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી અપાઈ છે.
વર્તમાન DEO કચેરીઓમાં કામના ભારણના કારણે ઘણા દસ્તાવેજ પડતર રહેતા હતા. તેથી શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગમાં આ માટે રજૂઆત કરતાં વિભાગે નવી DEO કચેરીઓને મંજૂરી આપી છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:08 પી એમ(PM)
શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ DEO કચેરીને મંજૂરી આપી.