માર્ચ 22, 2025 8:33 એ એમ (AM)

printer

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું, રાજ્યની શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.

રાજ્યની કોઈ પણ શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું હતું. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અંગે ગ્રામજનોએ 19 માર્ચે શ્રી પાનશેરિયાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ શ્રી પાનશેરિયાએ સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યની શિક્ષણ ઇમારતોના બાંધકામમાં નબળી ગુણવત્તા નહીં ચાલે. શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ સાખી લેવાશે નહીં; તાત્કાલિક સરકાર કાર્યવાહી કરશે. રાજ્યની જે શાળાનું કામ નબળું હશે તે બાંધકામ તોડી પડાશે તેમ પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું.