શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે.પેટલાદની ચારૂસેટ યુનિવર્સિટીનાં ચાંગા કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ સંઘ મહામંડળના ૮મા શૈક્ષણિક અધિવેશનને સંબોધતા શ્રી ડીંડોરે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉચ્ચતર માઘ્યમિક શિક્ષકોની ભૂમિકા વિશે સમજ આપી હતી.
આ ઉપરાંત તેમણે વિદ્યાથીઓ દરેક ક્ષેત્રમાં પ્રેરણાત્મક કામ કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા શિક્ષકો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહ્યાં હતા.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 3:09 પી એમ(PM)
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે
