ડિસેમ્બર 30, 2025 8:03 પી એમ(PM)

printer

શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના PM-YUVA 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા

શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના PM-YUVA 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા છે. જેમાં 22 ભારતીય ભાષા અને અંગ્રેજીમાં એમ કુલ 43 પુસ્તક માટેની દરખાસ્ત પસંદ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રાલયે જણાવ્યું પસંદ કરાયેલી આ દરખાસ્તોને પ્રખ્યાત વિદ્વાનોના છ મહિનાના માર્ગદર્શન હેઠળ પુસ્તકોમાં વિકસાવવામાં આવશે. પસંદ કરેલા લેખકોને દર મહિને પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અને તેમના પ્રકાશિત પુસ્તક પર 10 ટકા આજીવન રોયલ્ટી પણ મળશે.
PM-YUVA 3.0 હેઠળ પુસ્તકોની પ્રથમ આવૃત્તિ આવતા વર્ષે પ્રકાશિત કરાશે. જેનો ઉદ્દેશ્ય ભારત અને વિદેશમાં દેશના સાહિત્ય અને વિચારનું પ્રતિનિધિત્વ કરવા લેખકોની નવી પેઢીને તૈયાર કરવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.