ઓક્ટોબર 23, 2024 7:35 પી એમ(PM) | દફતરમુક્ત દિવસ

printer

શિક્ષણ નિયામકની કચેરીએ દિલ્હીની સરકારી આને ખાનગી શાળાઓમાં “દફતરમુક્ત દિવસ” લાગુ કરવા માટે શાળાઓને દિશા-નિર્દેશ જાહેર કર્યા

શિક્ષણ નિયામકની કચેરીએ દિલ્હીની સરકારી આને ખાનગી શાળાઓમાં “દફતરમુક્ત દિવસ” લાગુ કરવા માટે શાળાઓને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. નિર્દેશો હેઠળ ધોરણ 6થી આઠ સુધીના વિદ્યાર્થીઓને એક મહિનામાં 10 દિવસ દફતર વગર શાળાએ આવવાનું કહેવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શીખવાની રીતને સરળ બનાવવાની સાથે તણાવમુક્ત વાતાવરણ આપવાનો છે.
શિક્ષણ નિયામકની કચેરીએ જણાવ્યું કે, આ દિવસ દરમિયાન શાળા વિદ્યાર્થીઓને ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક સ્થળો, શિલ્પ કેન્દ્રો, પ્રવાસન સ્થળો સહિત અનેક સ્થળ પર લઈ જઈ શકે છે. ઉપરાંત કચેરીએ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ – NCERT દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણો અંતર્ગત આ નિર્દેશ જાહેર કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.