શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો અંગે હવે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે. શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
વાંચન, ગણન, લેખન, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સ્વછતા, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, નિયમિતતા, શાળા પ્રવાસ જેવા વિષયો પર નાગરિકો પોતાના અભિપ્રાયો આપી શકે છે.
આ માટે જાહેર જનતા આગામી ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in આ મેઈલ ID પર પોતાના સૂચનો મોકલી શકે છે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 7:03 પી એમ(PM)
શિક્ષણમાં લોક ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે.