શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, શિક્ષણક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક અદભૂત ક્રાંતિરૂપ છે, જેના યોગ્ય ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે ભવિષ્ય માટે વધુ સજ્જ કરી શકાય છે. ડિજિટલ યુગમાં શિક્ષણનો આધાર માત્ર પુસ્તક કે બોર્ડ સુધી સીમિત નથી રહ્યો.
શિક્ષણરાજ્ય મંત્રીની ઉપસ્થિતીમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરતના સંયુક્ત ઉપક્રમે ‘AI ફોર એજ્યુકેટર્સ: શેપિંગ ટુમોરો’સ લર્નિંગ’ સેમિનાર યોજાયો હતો, જેમાં શહેરની સ્વનિર્ભર શાળાઓના ચાર હજારથી વધુ શિક્ષકો અને 300થી વધુ સંચાલકોએ ભાગ લઈ શિક્ષણમાં ક્રાંતિ અને ઉન્નતિ માટે AI ના સકારાત્મક ઉપયોગ વિષે સમજ મેળવી હતી.
શિક્ષણમાં AI નો ઉપયોગ અને તેનો વ્યાપ, શિક્ષકો માટે નવીન ટેક-ટૂલ્સનું પરિચય, AI દ્વારા વ્યક્તિગત અભ્યાસક્રમની રચના ભવિષ્યનું શિક્ષણ: પડકારો અને તક જેવા પાસાંઓની સેમિનારમાં સમજ અપાઇ હતી..
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 8:15 એ એમ (AM)
શિક્ષણમાં કૃત્રિમ બુધ્ધિમત્તાના પ્રયોગને શિક્ષણ રાજ્ય મંત્રીએ આજના સમયની માંગ તરીકે વર્ણવી
