કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રોનું સંકલન બનાવવા માટેની માર્ગદર્શિકાનો પ્રારંભ કરાવ્યો. શ્રી પ્રધાને કહ્યું, આ પહેલ દરેક માતા બાળકની સંપૂર્ણ સંભાળ સુનિશ્ચિત કરશે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણનો પાયો મજબૂત બનાવશે. તેમણે બાળકના જીવનમાં પ્રથમ શિક્ષક તરીકે આંગણવાડી કાર્યકર્તાઓની ભૂમિકા અને ભારતીય ભાષાઓને ભણાવવામાં કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. તથા ટૅક્નોલૉજીનો ઉપયોગ કરટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો.શ્રી પ્રધાને કહ્યું, આ માર્ગદર્શિકા આંગણવાડી કેન્દ્રોથી બાળકોની શાળાઓમાં યોગ્ય રીતે સ્થળાંતર, સારું આરોગ્ય, પોષણ અને પ્રાથમિક શિક્ષણમાં જાળવણી પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેમણે કહ્યું, ત્રણ વર્ષમાં, દેશની અંદાજે બે લાખ શાળાને બ્રોડબેન્ડ સાથે જોડાશે. તેનાથી ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન મળશે. શ્રી પ્રધાને સાર્વજનિક ભાગીદારી અને નિપુણ ભારત તથા “પોષણ ભી પઢાઈ ભી” જેવી પહેલના એકીકરણ પર પણ વાત કરી.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 9:51 એ એમ (AM)
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આંગણવાડી કેન્દ્રોનું સંકલન બનાવવા માટેની માર્ગદર્શિકાનો પ્રારંભ કરાવ્યો