શિક્ષક દિવસ નિમિત્તે આજે વિવિધ જીલ્લાઓમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવથી ભેંસલોર શાળાના શિક્ષિકા ભાવિની દેસાઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેઓએ શિક્ષણ માટે વાલીઓને ઘરે જઈને સમજણ આપી ડ્રોપ આઉટ રેશિયો ઓછો કર્યો છે .
જામનગરના જોડિયા તાલુકાનાં શિક્ષિકા દેવાંગીબેન બારૈયાને શ્રેષ્ઠ સિક્ષક રાજ્ય પરિતોષિકથી સન્માનીત કરવામાં આવ્યા. મુખ્યમંત્રીના હસ્તે એવાર્ડ સ્વીકારનાર આ શિક્ષિકાએ કરેલા 9 ઇનોવેશન્સ પૈકી 3 ની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે.
તો રાજકોટના લોધિકામાં માખાવાડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અનિલ વૈશ્નાણીને પણ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનીત કરાયા. તેમણે ચુંબકના સિદ્ધાંત પર કાર્ય કરતાં ‘શક્તિમાન’ સહિત વર્કિંગ રમકડાં બનાવ્યા અને પોસ્ટ કાર્ડ પર ૫૮૦ જેટલા વ્યક્તિ-શબ્દ ચિત્રો દોરવા બદલ લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
તો પાટણ જીલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના 8 જ્યારે મહેસાણામાં તાલુકા અને જિલ્લા કક્ષાના મળી 9 શીક્ષક તેમજ ગીર સોમનાથમાં કુલ 7 શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું . અરાવલીમાં પણ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત દિવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિધ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા અદા કરી શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 3:18 પી એમ(PM)
શિક્ષક દિવસ નિમિત્તે આજે વિવિધ જીલ્લાઓમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું