જુલાઇ 24, 2025 3:37 પી એમ(PM)

printer

શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય : શિક્ષણ રાજ્ય મંત્રી

રાજકોટના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહાનુભાવોના ભોજન સંચાલન માટે શિક્ષકોને જવાબદારી સોંપવાનો પરિપત્ર રદ કરવાનો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપ્યો છે.. જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર કરવામા આવ્યો હતો..
આ પરિપત્રની માહિતી મળતા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી.