ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 7:51 પી એમ(PM)

printer

શિક્ષકોના જ્ઞાન અને કાર્યની ઉજવણીને બિરદાવતો દિવસ એટલે શિક્ષક દિવસ

શિક્ષકોના જ્ઞાન અને કાર્યની ઉજવણીને બિરદાવતો દિવસ એટલે શિક્ષક દિવસ.. દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે સર્વોપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મદિવસે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આવતીકાલે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવશે.
કચ્છના માધાપર ગામની એમ.એસ.વી હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક ડૉ. દિનેશ ડાકીનો સમાવેશ થાય છે.. રાજ્ય સરકાર દ્વારા તેમના કાર્યની પસંદગી કરાઇ છે, તે માટે તેમણે ખુશી વ્યક્ત કરી છે.
આ ઉપરાંત, મહેસાણા જિલ્લાના બાલસાસન પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા દીપ્તિબેન જોશીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે.
અમદાવાદ શહેરના માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી લીલાબેન ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી નવાજાશે..
વડોદરાની વાંકળ માધ્યમિક શાળાના ડૉ. નિતેશ ઠાકરને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે. તેમણે બાયસેગ શૈક્ષણિક ટીવી પ્રોગ્રામ અને રેડિયોમાં કેટલાય પ્રોગ્રામ્સ આપ્યા છે.
પંચમહાલના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશ કુમાર પ્રજાપતિને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ