ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

શિક્ષકોનાં ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના અભિવાદન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ1 રેશિયો ઘટ્યો છે.
શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા અને સમાજને નવી દિશા આપવા માટે કાર્ય કરી રહેલા શિક્ષકોના કાર્યને માન આપવા માટે આ સરકાર દ્વારા એચ ટાટના પ્રશ્નને ઉકેલવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, સમાજ અને માનવ જીવનનું ઘડતર કરવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે.