ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM) | aakshvaninews | Gujarat | newsupdate | topnews

printer

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા.
ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત ‘પ્રતિભાવ બેઠક’ માં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શાળા પ્રવેશોત્સવની સફળતા અંગે મંત્રીઓ અને અધિકારીઓ સાથે મંત્રણા કરીને તેમનાં પ્રતિભાવ જાણ્યા હતા.
‘નમો લક્ષ્મી’ યોજનાને પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓના નામાંકનમાં ગયા વર્ષની તુલનાએ ૬.૫ ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.