રાજ્યમાં ધોરણ એકથી ધોરણ 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
ગુજરાતની સરકારી પ્રાથમિક તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જરૂરી ભરતી થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા કેટલીક શરતો અને પ્રક્રિયાને આધિન કરાશે.
નિવૃત્તી બાદ ભરતી કરાતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છુટા કરવાના રહેશે. આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચૂકવાતુ માનદ વેતન જ ચૂકવાશે. તે સિવાય અન્ય કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહીં. તેમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.
Site Admin | જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM)
શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય