મે 10, 2025 2:07 પી એમ(PM)

printer

શાંઘાઈમાં તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ ટુ માં ભારતે ત્રણ ચંદ્રક જીત્યા

આજે શાંઘાઈમાં તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ ટુમાં ભારતે ત્રણ ચંદ્રક જીત્યા છે. પુરુષોની ટીમ – અભિષેક વર્મા, ઓજસ દેવતાલે અને ઋષભ યાદવે ફાઇનલમાં મેક્સિકોને 232-228થી હરાવ્યું. અગાઉ, ટીમે સેમિફાઇનલમાં ડેનમાર્ક અને ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવ્યું હતું.
મહિલા કમ્પાઉન્ડ ફાઇનલમાં, જ્યોતિ સુરેખા વેન્નમ, મધુરા ધમણગાંવકર અને ચિકિથા તનીપર્થીની ભારતીય ત્રિપુટીએ રજત ચંદ્રક જીત્યો છે. અગાઉ, ટીમે કઝાકિસ્તાન અને બ્રિટનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
મિશ્ર ટીમ ઇવેન્ટમાં, વર્મા અને ધમણગાંવકરે મલેશિયાને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો