રાજ્ય સરકારે શહેરોને જોડતા અને શહેરમાંથી પસાર થતાં 91 માર્ગના વિકાસ માટે 822 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ 233 કિલોમીટર લંબાઈના 91 માર્ગને અદ્યતન બનાવાશે.
ઉપરાંત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂર મુજબ રસ્તાને પહોળા કરવા, ઇલેક્ટ્રિક થાંભલા, અદ્યતન રોડ ફર્નિચર, ફૂટપાથ, સહિતની સુવિધા તથા માર્ગ સલામતી સાથે મજબૂતીકરણ કરાશે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:12 પી એમ(PM)
શહેરોને જોડતા 91 માર્ગના વિકાસ માટે 822 કરોડ રૂપિયાની સરકારની મંજૂરી