ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2025 2:01 પી એમ(PM)

printer

શહીદોની શહાદતને શ્રદ્ધાંજલી અર્પીને કારગિલ દિવસની ઉજવણી

લદ્દાખમાં 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોના બલિદાનની યાદગીરી રૂપે દ્રાસ, કારગિલમાં આજથી 26મો કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિન નિમિત્ત્ દ્રાસમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ દિવસની મુખ્ય વિશેષતાઓમાંની એક ઝોજિલા યુદ્ધ સ્મારક ખાતે રાષ્ટ્રીય ધ્વજ છે, જે રાષ્ટ્રીય ગૌરવ અને ભારતીય સૈનિકોની અદમ્ય ભાવનાનું પ્રતીક છે.
આજના અ દિવસ નિમિત્તે લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ કારગિલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.