શરીર વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગૈરીરુવકુનને વર્ષ 2024ના નૉબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. માઇક્રો-R.N.A.ની શોધ અને પોસ્ટ—ટ્રાન્સક્રિપ્શનલ જનીન નિયમનમાં મહત્વની ભૂમિકા બદલ તેમને નૉબેલ પુરસ્કારથી સન્માનિત કરાશે.માઇક્રો-R.N.A. એ જનીન પ્રવૃત્તિઓને કઈ રીતે નિયંત્રણમાં કરવામાં આવી શકે તે નક્કી કરતો એક મૌલિક સિદ્ધાંત છે. વિજેતાઓને 11 લાખ ડૉલરની ધનરાશિ મળશે.જ્યારે ભૌતિકશાસ્ત્રમાં 2024ના નૉબેલ પુરસ્કારની જાહેરાત આવતીકાલે તો રસાયણ વિજ્ઞાનમાટેના પુરસ્કારની જાહેરાત બુધવારે કરાશે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 7:45 પી એમ(PM)
શરીર વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગૈરીરુવકુનને વર્ષ 2024ના નૉબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે
