રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે.સૌથી વધુ પોણા બે ઈંચથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં, એક ઈંચથી વધુ જામનગરના જોડિયામાં જ્યારે સૌથી ઓછો વરસાદ થસરા, નાંદોદ, અંકલેશ્વર અને સંખેડા તાલુકામાં નોંધાયો છે.અમદાવાદના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. ગઇકાલે બોટાદ અને પાટણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતાં.
Site Admin | ઓક્ટોબર 6, 2025 9:47 એ એમ (AM)
શક્તિ વાવાઝોડાની અસરને કારણે ગત રાત્રી દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ