શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજથી પ્રારંભ થયો. જિલ્લા કલેકટર મિહિર પટેલે માઁ અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની શરૂઆત કરાવી. આ સાથે જ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લી ગિરિમાળાઓ ગૂંજી ઊઠી ઠે. કલેકટરશ્રીએ લાખો માઇભક્તોને મેળામાં આવકારતાં મા અંબા તેમની મનોકામના પૂર્ણ કરે અને મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.
મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પ પણ શરૂ કરાયા છે ત્યારે કલેકટરશ્રીએ બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.