માર્ચ 6, 2025 7:25 પી એમ(PM)

printer

વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજયની 2 લાખ 78 હજારથી વધુ દીકરીઓને લાભ અપાશે.

વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની 2 લાખ 78 હજારથી વધુ દીકરીઓને લાભ અપાશે. કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1 હજાર 120 અરજીઓ મંજુર કરાઇ છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ 7 હજાર 434 લાભાર્થીઓને સહાય અપાઈ છે. શ્રી પાનસેરિયાએ ઉમેર્યું હતું કે, રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. 1 લાખ 10 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૨ ઓગષ્ટ ૨૦૧૯ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીના તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે.