જુલાઇ 5, 2025 7:17 પી એમ(PM)

printer

વ્યાયામ શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકારે સમિતિની રચના કરી

વ્યાયામ શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં અગ્ર સચિવ અધ્યક્ષ રહેશે. આ સમિતિમાં અધ્યક્ષ સહિત 10 સભ્યો હશે. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં એક સભ્યનો પણ સમાવેશ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણના નાયબ સચિવ આ સમિતિમાં સચિવ રહેશે. ક્રીડા ભારતી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના એક-એક સભ્ય આ સમિતિમાં સભ્ય તરીકે રહેશે. આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વ્યાયામ શિક્ષકો અંગેના આંદોલન સમયે મુખ્યમંત્રીએ સમિતિ બનાવવા માટે આશ્વાસન આપ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.