વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા અગ્ર સચિવ મોના ખંધારે સંચાલકોને અનુરોધ કર્યો છે. વ્યાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ સરકારે તાત્કાલિક સ્વીકારી લીધા હોવાનું અગ્ર સચિવે કહ્યુ હતું.અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વ્યાજબી ભાવના દુકાનદારો સાથે બેઠક યોજાઈ હતી.અગ્ર સચિવશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી દ્વારા વિવિધ એસોસિયેશનના પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. આ બેઠક બાદ સસ્તા અનાજની દૂકાનના સંચાલક નિલેશ પટેલે દુકાનદારોને અનાજનું વિતરણ કરવા અપીલ કરી હતી. જ્યારે રાજકોટ જિલ્લાના 175 જેટલા દુકાનદારો દ્વારા અનાજ વિતરણની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. નવેમ્બર 2025 માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3 કરોડ 25 લાખ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરાઈ
Site Admin | નવેમ્બર 3, 2025 10:04 એ એમ (AM)
વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા સરકારનો અનુરોધ, કેટલા દુકાનદારોએ પણ અન્ય સંચાલકોને અનાજ વિતરણ શરૂ કરવા અપીલ કરી