ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 1, 2025 9:37 એ એમ (AM)

printer

વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા બાદ દુર્લભ પૃથ્વી ખનિજો પરના કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાતચીત પડી ભાંગી છે.

વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા બાદ દુર્લભ પૃથ્વી ખનિજો પરના કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાતચીત પડી ભાંગી છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રત્યે એક પ્રકારની નફરત રાખે છે, જેના કારણે તેમના માટે સોદો મેળવવો મુશ્કેલ બને છે. જ્યારે ઝેલેન્સકીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને કહ્યું કે, યુદ્ધના ઉકેલ માટે વાટાઘાટોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.
બેઠક દરમિયાન, ટ્રમ્પે ઝેલેન્સકી પર લાખો લોકોના જીવ જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે, તેમના કાર્યો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી શકે છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઝેલેન્સકીએ અમેરિકાના રાષ્ટ્રપતિ, કોંગ્રેસ અને અમેરિકન લોકોનો યુક્રેનને સમર્થન આપવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું, યુક્રેનને ન્યાયી અને સ્થાયી શાંતિની જરૂર છે, અને તેઓ તેના માટે બરાબર કામ કરી રહ્યા છે. બેઠક પછી, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી જ્યારે શાંતિ માટે તૈયાર હશે ત્યારે વ્હાઇટ હાઉસ પાછા આવી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ