ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 22, 2025 1:59 પી એમ(PM)

printer

વોશિંગ્ટનમાં યહુદી સંગ્રહાલય નજીક ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરાઈ

અમેરિકાના વોશિંગ્ટન ડી. સી. માં કેપિટલ યહુદી સંગ્રહાલય નજીક આજે વહેલી સવારે ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુએસ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા મુજબ, એક પુરુષ અને એક મહિલા કર્મચારી સંગ્રહાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અજ્ઞાત બંદૂકધારી દ્વારા તેમના પર હુમલો કરાયો હતો.
યુ. એસ. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા સંદેશમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને તેને “મૂર્ખતાપૂર્ણ હત્યા” ગણાવી હતી અને કહ્યું હતું કે સત્તાવાળાઓ સક્રિય રીતે આ કેસની તપાસ કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલનાં રાજદૂત, ડેની ડેનને આ હુમલાની સખત ટીકા કરી હતી X પરની એક સંદેશમાં, તેમણે કહ્યું કે યહૂદી સમુદાયને નુકસાન પહોંચાડવામાં આવે તે સહન નહીં કરાય. ઇઝરાયેલ તેના નાગરિકો અને વિશ્વભરના પ્રતિનિધિઓનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ