અમદાવાદના વિર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્ષ ખાતે એશિયન એક્વેટિક્સ સ્પર્ધા પૂરી થઈ. સ્પર્ધાના છેલ્લા દિવસે વોટરપોલોની મહિલા અને પુરૂષ ફાઈનલમાં ચીનને ડબલ સુવર્ણ ચંદ્રક મળ્યા છે. ચીને જાપાનની મહિલા ટીમને 22-17થી અને પુરૂષોની ટીમને 16-15થી હરાવી છે.આ દરમિયાન ભારતીય મહિલા ટીમ તેમના ક્લાસિફિકેશન મેચમાં હોંગકોંગ સામે 11-8થી હાર મળતા આઠમા સ્થાને રહેતા 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે.આ સાથે જ કઝાકિસ્તાનની મહિલા ટીમે થાઈલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવ્યું છે. તો પુરૂષ ટીમે જાપાનને 16-14થી હરાવી બ્રોન્ઝ મેચ જીતી હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2025 9:47 એ એમ (AM)
વોટરપોલોમાં ચીનના ડબલ સુવર્ણ ચંદ્રક સાથે અમદાવાદમાં યોજાયેલ એશિયન એક્વેટિક્સ સ્પર્ધા સંપન્ન
