ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM)

printer

વૈશ્વિક રોમન કેથોલિકચર્ચના વડા પોપ ફ્રાન્સિસની અંતિમવિધિ વેટિકનમાં થઈ

વૈશ્વિક રોમન કેથોલિકચર્ચના વડા પોપ ફ્રાન્સિસની અંતિમવિધિ વેટિકનમાં થઈ, જેમાં વિશ્વનાનેતાઓ, મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સેન્ટ પીટર્સસ્ક્વેરમાં યોજાયેલી અને લગભગ 2 કલાક ચાલેલી અંતિમવિધિમાં વિસ્તૃત ધાર્મિક વિધિઓકરવામાં આવી હતી. પોપ ફ્રાન્સિસને રોમના સાન્ટા મારિયા મેગ્ગીઓર બેસિલિકામાંદફનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની સરકાર અને લોકો વતી શોકવ્યક્ત કર્યો હતો. અન્ય નોંધપાત્ર લોકોમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સનારાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દાસિલ્વાનો સમાવેશ થાય છે. સમારોહમાં અઢી લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. પોપફ્રાન્સિસનું સોમવારે 88 વર્ષની વયે સ્ટ્રોકને કારણે અવસાન થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ