નવેમ્બર 26, 2025 1:54 પી એમ(PM)

printer

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ સર્જાયો હતો.. અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત, વૈશ્વિક બજારોમાં તેજી, કાચા તેલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની શેરોની ખરીદી જેવા સબળા પાસોઓના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ 700 અને નિફટીમાં 250 પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાયો હતો.. તમામ ક્ષેત્રના શેરો લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે..