ભારતીય શેરબજારના સેન્સેક્સમાં આજે પાંચસો અને નિફ્ટીમાં 150 કરતાં વધુ પોઇન્ટ સુધીનો કડાકો થયો.
વૈશ્વિક બજારોમાં નરમાશ અને વિદેશી રોકાણકારોના નિરૂત્સાહના પગલે ભારતીય શેરબજારમા પીછેહઠ જોવા મળી હતી. મોટાભાગની સ્ક્રિપો આજે લાલ નિશાન પર કારોબાર કરી રહી છે.
ડોલર સામે રૂપિયો નબળો પડતા આ સ્થિતિ સર્જાઇ હતી. અત્યારે પણ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 1:49 પી એમ(PM)
વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ